ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ZFTI)ના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગરની એસ. જે. વરમોરા કોલેજ તેમજ એમ. પી. શાહ કોમર્સ કોલેજના 200 થી પણ વધારે સ્નાતક વિદ્યાર્થીઓને દરરોજના 5 કલાક મુજબ 20 દિવસ સુધી 100 કલાકની સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલ્સ, કોમ્યુનિકેશન સ્કીલ્સ જેવા વિવિધ વિષયો પર TCS દ્વારા નિયુક્ત ટ્રેઇનર કુ. રવિશા ટંડન દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આવશે. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ TCS કંપની દ્વારા જ ઇન્ટરવ્યૂ લઈને TCS માં રિક્રૂટ થવાની તક પણ આપવામાં આવશે.

