સાયલા (ભગતનું ગામ) ખાતે શ્રી લાલપીઠાધીશ્વરાચાર્ય મહંતશ્રી દુર્ગાદાસ બાપુ ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ દ્વારા પ્રેરિત શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો અને પૂજ્ય સંતોના શુભાશિષ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી દિપાલીબેન દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું મનનીય રસપાન કરાવવામાં આવ્યું.

આ પાવન પ્રસંગે મહામંડલેશ્વર પરમ પૂજ્યશ્રી લલિતકિશોરશરણજી બાપુ, ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા સહિત વિવિધ સમાજના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી.