


અત્યંત ગર્વ અને આધ્યાત્મિક આનંદ સાથે આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગરના નૂતન મંદિર નિર્માણના પ્રથમ સ્તંભ સ્થાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા તેમજ સ્તંભ પૂજન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પાવન પ્રસંગે પૂજ્ય નારાયણમુનિ સ્વામી (સાળંગપુર) ના શુભાશિષ પ્રાપ્ત થયા.
આ અવસરે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્ય શ્રી બ્રિજેશજી મેરજાની પ્રેરક ઉપસ્થિતિ રહી. સુરેન્દ્રનગરમાં નિર્માણ પામતું આ ભવ્ય મંદિર ધાર્મિક સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ બની આવનારી પેઢીઓને આધ્યાત્મિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું કાર્ય કરશે.
આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી થવાનો અને સ્તંભ પૂજન કરવાનો