આજરોજ અમારા પારિવારિક સ્નેહી અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને જીલ્લા પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા દ્વારા તેઓના મોટાભાઈ અને ઉમદા સમાજસેવક સ્વ. જનકભાઈ સાવધારીયાની તિથિ નિમિતે તેઓના પરિવાર દ્વારા સમગ્ર ભારતભરના રબારી સમાજના આસ્થાનું ધામ એવા વડવાળા મંદિર દૂધરેજ ખાતે પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ ગુરુશ્રી કલ્યાણદાસ મહારાજના પાવન સાનિધ્યમાં આયોજીત મહાપ્રસાદમાં ઉપસ્થિત રહેવાનું થયું. આ પ્રસંગે વઢવાણ વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી અને રાજ્યસરકારમાં નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતાશ્રી આઈ. કે. જાડેજા, સાવધારીયા પરિવારના મોભી અને કાંકરિયા મણિનગર સહકારી બેંકના અધ્યક્ષશ્રી મહેશભાઈ સાવધારીયા, ઝાલાવાડ ફેડરેશનના પૂર્વ ચેરમેનશ્રી કિશોરસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ રાવલ અને સુરેન્દ્રનગર જીલ્લા રબારી સમાજના સહું આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.